સાગરના મોજા

By રાજીવ ગોહેલ

રેતી પર કાવ્ય લખતા
સાગરના મોજા
પુછ્યા વિના પલાળતા
સાગરના મોજા

વારા પછી વારો, ને
તારા પછી મારો…
એક પછી એક, આવી…
શિસ્તબધ્ધતા સમજાવતા
સાગરના મોજા

પ્રેમીઓના પ્રેમ લખાણ,
આત્મીયજનો ના નામ,
કિનારાની રેતી પરથી
નિર્દયતાથી ભુંસી જતા
સાગરના મોજા

ક્યારેક કોપાયમાન થઈ
ખુબજ રોદ્ર સ્વરુપ લઈ
કાંઠાઓને તોડીને, કેટલીય
જીંદગી પર ફરી વળતાં
સાગરના મોજા

હોડીઓને પ્રેમથી હંકારી
લહેરે લહેરે પંપાળી
મઝધારથી મંઝિલ સુધી
પાર સુધી પહોચાડતા
સાગરના મોજા

– રાજીવ

3 Responses to “સાગરના મોજા”

  1. Navin Says:

    વારા પછી વારો, ને
    તારા પછી મારો…
    એક પછી એક, આવી…
    શિસ્તબધ્ધતા સમજાવતા
    સાગરના મોજા

    Saras vaat..

  2. pragnaju Says:

    સુંદર રચના
    હોડીઓને પ્રેમથી હંકારી
    લહેરે લહેરે પંપાળી
    મઝધારથી મંઝિલ સુધી
    પાર સુધી પહોચાડતા
    સાગરના મોજા
    વાહ્
    મરીઝની યાદ્
    ઉઠાવે છે ભલે તોફાન દરિયો,
    તું કર પૂરવાર, છે નાદાન દરિયો,
    કદી કાંઠે ડૂબી જા હસતાં હસતાં,
    કદી મઝધારથી આગળ વધીજા.

  3. Rekha Says:

    sundar rachana

Leave a Reply