Posted by: રાજીવ | May 8, 2008

ભવસાગર

રેતીના સાગરમાં કદી નાવ તરતી નથી
મૃગજળ પીવાથી કદી તરસ મરતી નથી

એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી

* * * * રાજીવ * * * *

કેમ કરીને કરવો પાર…
વ્હાલા, કેમ કરીને કરવો પાર…, આ ભવસાગરને…
કેમ કરીને કરવો પાર…

સાર સમજવા સંસારનો કરે છે સૌ પ્રયાસ
સાર સમજી ગયાનો થાય સૌને આભાસ
પણ, નથી આ સંસારમાં કોઈ સાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…

અતૃપ્ત આશાઓનો ભાર વેંઠી વેંઠી ને
અભિલાષાની લાશોને ખેંચી ખેંચી ને
હવે શ્વાસોનો પણ લાગે છે ભાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…

અન્યની માટે જીવન ઘસતા રહ્યો તોયે
અન્યની માટે જીવન જીવતો રહ્યો તોયે
સંબંધો થયા બધા તાર તાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…

- રાજીવ

Responses

રેતીના સાગરમાં કદી નાવ તરતી નથી
મૃગજળ પીવાથી કદી તરસ મરતી નથી

એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી

khub j sundar mukatak…

એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી
કેટલી સાચી વાત!
અતૃપ્ત આશાઓનો ભાર વેંઠી વેંઠી ને
અભિલાષાની લાશોને ખેંચી ખેંચી ને
હવે શ્વાસોનો પણ લાગે છે ભાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…
યોગરતો વા ભોગરતો વા
સંગરતો વા સંગવિહીન :|
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં
નન્દતિ નન્દતિ નન્દત્યેવ||

કેમ કરીને કરવો પાર…

Sundar

Leave a response

Your response:

Categories