પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે
નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે
સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?
- અમૃત ઘાયલ

April 3, 2008 at 6:03 AM
સુંદર ગઝલ…. આભાર, દોસ્ત !
April 3, 2008 at 10:43 AM
આ ગઝલ મનહર ઉધાસના અવાજમાં સાંભળવાનો આનંદ અનેરો છે.
April 3, 2008 at 1:08 PM
very good dost your gazal is very fine for bhargav and may god bless you
April 3, 2008 at 2:52 PM
સુંદર ગઝલ
તેમાં આ પંક્તી ગુજી ઉઠી
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે
April 4, 2008 at 1:24 AM
Sundar gazal