તારી અને મારી વચ્ચે…
કોણ મુકી ગયુ છે, આ એકલતા ?
હું એ અજાણ્યા હાથોને શોધુ છું
અને દરેક વખતે…
મને હાથ લાગ છે…
તારા જ આ બે જાણીતા હાથ…
કાળી રાત જેવા…
કાળોતરા નાગ જેવા…
આ અંધકારમાં, …
હું મારી એકલતાને વિનવુ છું…
તારી યાદોને તેની પાસેથી છિનવુ છું…
અને અંતે, જ્યારે તું નથી મળતી…
ત્યારે, પાંપણો ભિંજવુ છું…
છતાં તારા અને મારા વચ્ચે …
એક પ્રવાહ અવિરત વહ્યા કરે છે…
તારી અને મારી વચ્ચે, કહે ને…
કોણ મુકી ગયુ છે આ, એકલતાની નદી…?
-રાજીવ ગોહેલ

March 27, 2008 at 4:02 AM
khub j sundar rachana………….
March 27, 2008 at 4:39 AM
saras!
March 27, 2008 at 5:19 PM
Nice man, nice!
March 27, 2008 at 7:23 PM
સુંદર રચના
આમ તો એકલા કહીએ તો ભગવાનને ખોટું લાગે!
બીજી બાજુ દ્િવતીયાત્તુ વૈ ભયંં ભવતી!
ત્યારે કિવ કહે છે-
છતાં તારા અને મારા વચ્ચે …
એક પ્રવાહ અવિરત વહ્યા કરે છે…
તારી અને મારી વચ્ચે, કહે ને…
કોણ મુકી ગયુ છે આ, એકલતાની નદી…?
વાહ્
યાદ આવી
એવી એકલતાની મળશે કોટડી,
પડછાયો સુધ્ધાં ન અંદર આવશે.
બેઉ કાંઠે વહેશે પાંપણની નદી,
ધોધ થઇ આંસુ નિરંતર આવશે.
March 27, 2008 at 11:52 PM
મને હાથ લાગ છે…
તારા જ આ બે જાણીતા હાથ…
જ્યારે એના તરફ થી કોઇ પ્રતિસાદ ના મળે ત્યારે થતી અનુભૂતિ…!!
March 28, 2008 at 3:44 AM
છતાં તારા અને મારા વચ્ચે …
એક પ્રવાહ અવિરત વહ્યા કરે છે…
તારી અને મારી વચ્ચે, કહે ને…
કોણ મુકી ગયુ છે આ, એકલતાની નદી…?
saras
March 30, 2008 at 12:11 PM
હું મારી એકલતાને વિનવુ છું…
તારી યાદોને તેની પાસેથી છિનવુ છું…
nice expressions…….!!
April 23, 2008 at 9:14 PM
mane