આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી
- મરીઝ

માર્ચ 20, 2008 at 3:58 AM
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી
Wah…….
માર્ચ 20, 2008 at 5:04 AM
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી
સુંદર..!
માર્ચ 20, 2008 at 5:06 AM
khub sundar gazal. darek sher sundar chhe emaa koi ek ni daad shu aapavi!
માર્ચ 20, 2008 at 6:38 AM
સાચી વાત હેમંતભાઈ…
નખશીખ સુંદર ગઝલ…
માર્ચ 20, 2008 at 6:50 AM
mariz saheb ni gazal ma je saradtathi hraday ni vat raju thay chhe a j ,gazalne marmik banave chhe- abhinandan !
માર્ચ 20, 2008 at 7:12 PM
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી
વાહ્
જેટલી વાર માણીએ તે્ટલી વાર નૂતન લાગે!
મઝા આવે.
… બનવુ હોય તબીબ ને મરીજ બની જાઓ !
મરીજ તારા શેર ભૂલાતા જમાનાને સદીઓ લાગશે
માર્ચ 21, 2008 at 1:59 AM
Sundar Rachana…!
માર્ચ 21, 2008 at 7:56 AM
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી
rajivbhai
tame to dilthi badhane
aa rachana raju karine bhega karya
to mehfil jami gai ……..!!