આ તરફ
By રાજીવ ગોહેલ

કદી તારી દૃષ્ટિ ઝુકાવ આ તરફ
અને પછી સૃષ્ટિ વહાવ આ તરફ
તું આવે તો રાખીયે પાંપણ ઉપર
કદી તારુ ગામ બનાવ આ તરફ
જગત એના જ રંગે રંગાઈ જશે
કદી વાંસળી સંભળાવ આ તરફ
તારા પ્રેમ દ્વારા જ એ ખોટ પુરાશે
છે હજુ પ્રેમનો અભાવ આ તરફ
‘રાજીવ’ પ્રભુ તો અહી આવશે નહી
શક્ય છે તો સ્વર્ગ બંધાવ આ તરફ
- રાજીવ ગોહેલ
This entry was posted on March 14, 2008 at 2:35 AM and is filed under વિષયવાર વહેંચણી, સ્વ-રચિત. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
March 14, 2008 at 3:00 AM
શક્ય છે તો સ્વર્ગ બંધાવ આ તરફ
khub j sundar
March 14, 2008 at 4:40 AM
તું આવે તો રાખીયે પાંપણ ઉપર
કદી તારુ ગામ બનાવ આ તરફ
સરસ.
March 14, 2008 at 1:22 PM
સરસ રચના
આ પંક્તીઓ ગમી
તારા પ્રેમ દ્વારા જ એ ખોટ પુરાશે
છે હજુ પ્રેમનો અભાવ આ તરફ
યાદ આવ્યો-પંચમ
મીટ મંડાઇ ગઈ બસ એકટશ એની તરફ,
આ તરફ સંપૂર્ણ શ્રધ્ધા, કશ્મકશ એની તરફ.
ટસ-કે-મસ ના આ તરફ, ના કૈં જ રશ એની તરફ,
માત્ર ધીરજ આ તરફ, પ્રગટે ધગશ એની તરફ.
March 15, 2008 at 1:51 AM
કદી તારી દૃષ્ટિ ઝુકાવ આ તરફ
અને પછી સૃષ્ટિ વહાવ આ તરફ
Sundar rachana…
March 15, 2008 at 3:41 AM
Saras rachana
March 17, 2008 at 6:49 AM
Sundar rachana
જગત એના જ રંગે રંગાઈ જશે
કદી વાંસળી સંભળાવ આ તરફ
March 21, 2008 at 8:02 AM
saras rajivbhai ………
તારા પ્રેમ દ્વારા જ એ ખોટ પુરાશે
છે હજુ પ્રેમનો અભાવ આ તરફ