અમૃત

By રાજીવ ગોહેલ

dead_sea_sunset.jpg

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

4 Responses to “અમૃત”

  1. Vishal Says:

    sundar rachana

  2. ધવલ Says:

    બહુ સરસ ! ઘાયલની ખુમારી અને ગરિમાની વાત જ અલગ છે… ત્રીજું મુકતક તો હું વારંવાર વાપરું છું.

  3. pragnaju Says:

    અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટની સુમ્દર રચના
    નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
    મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
    કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
    હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
    વાહ
    તેમની આ પંક્તીઓ તો ખૂબ ગમે છે
    એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
    એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર
    રામ જાણે શું કામ હું જ મને,
    સર્પની જેમ વીંટળાયો છું !
    હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
    દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

  4. Rekha Says:

    mari manpasand gazal…

Leave a Reply