પ્રણય મુકતકો

By રાજીવ ગોહેલ

bhandhani.jpg

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઇએ

- મુકેશ જોશી

જગતના ભેદ ઢાંકે છે કોઇ, કોઇ ઉઘાડે છે
ઘરે છે હુસ્ન પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે

- બરકત વીરાણી ‘બેફામ’

બની જઉં પવન, વૃક્ષમાં શોધું શરણું
સુખે ઝુલતી આ લતાઓને પરણું

- શોભિત દેસાઇ

હવે પ્રિતની રીત સમજાઇ છે કંઇ
હવે રીતસરની મજા લઇ રહ્યો છુ
હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ’
કબરમાંયે ઘરની મજા લઇ રહ્યો છું

- ‘ઘાયલ’

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાંની ડાળ મીઠી થઇ ગઇ

- અદમ ટંકારવી

9 Responses to “પ્રણય મુકતકો”

  1. Ramesh Says:

    Sundar sankalan

  2. Rekha Says:

    જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
    લીમડાંની ડાળ મીઠી થઇ ગઇ

    khub j sundar

  3. વિવેક ટેલર Says:

    મજાનું સંકલન… આવા સંકલન અવાર-નવાર આપતા રહો તો મજા પડે…

  4. સુનીલ શાહ Says:

    વાહ ભાઈ..! મઝા આવી.

  5. Rahul Says:

    khub ja sundar

  6. pragnaju Says:

    ચુનંદા શેરનું સંકલન ગમ્યું
    હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ’
    કબરમાંયે ઘરની મજા લઇ રહ્યો છું
    મજા આવી!

  7. Chirag Says:

    khub sunder…

  8. ડૉ.મહેશ રાવલ Says:

    વાહ દોસ્ત !
    ચારેય શૅર એવા લઈ આવ્યો કે,એકનાં વખાણ કરીએ તો બીજાને અન્યાય કરી બેસીએ…!
    તારા સિલેક્સન ઉપર માન છે….!

  9. દક્ષેશ Says:

    જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
    લીમડાંની ડાળ મીઠી થઇ ગઇ

    excellent..

Leave a Reply