આજે મારાથી કંઇ લખાતુ નથી…

By રાજીવ ગોહેલ

forget.jpg

આજે ફરી હૃદયમાં ઝંઝાવાત સર્જાયો છે
નથી ખબર પણ -
આજે ફરીથી આંખનો ખુણો ભીંજાયો છે

આજે ફરી ઘણું લખવાનુ મને છે
પણ -
આજે મારાથી કઇ લખાતુ નથી,
આંસુઓ પણ મનમાની કરે છે આજે
એક પણ આંસુ -
મારા કહ્યે રોકાતુ નથી

તુ હતી ત્યારે…
ઓળખનો સાગર સાવ સુક્ષ્મ હતો,
અને મને -
આજે કોઇપણ ચહેરાથી ઓળખાતુ નથી

પરિચયના સાગરની -
ભીની, સુંવાળી, રેતની માફક
તું મારા હાથથી સરી પડી…
કદાચ એટલે જ
આજે અકારણ જ -
મારી આંખો ફરી રડી પડી

આંખોના સાગરમાં હવે તરાતુ નથી
આજે મારાથી કંઇ લખાતુ નથી…!
આજે મારાથી કંઇ લખાતુ નથી…!

- રાજીવ

7 Responses to “આજે મારાથી કંઇ લખાતુ નથી…”

  1. સુરેશ જાની Says:

    સાવ સાચ્ચી વાત. જ્યારે ખરી સંવેદના જાગે ત્યારે વાણી મુક થઈ જતી હોય છે.
    ‘અંતરની વાણી’ નો પ્રદેશ એ મૌનનો પ્રદેશ હોય છે. બીજાની સાથે તો શું, પોતાની સાથે પણ વાત બંધ… માત્ર ભાવ જ ભાવ..

  2. કુણાલ Says:

    sundar shabdo

  3. Ramesh Says:

    excellent

  4. Tarun Says:

    તુ હતી ત્યારે…
    ઓળખનો સાગર સાવ સુક્ષ્મ હતો,
    અને મને -
    આજે કોઇપણ ચહેરાથી ઓળખાતુ નથી

    khub j saras

  5. Tejal Says:

    આંખોના સાગરમાં હવે તરાતુ નથી
    આજે મારાથી કંઇ લખાતુ નથી…!

    sundar shabdo, sundar abhivyakti…

  6. Rahul Says:

    very good

  7. pragnaju Says:

    સુંદર
    “પરિચયના સાગરની -
    ભીની, સુંવાળી, રેતની માફક
    તું મારા હાથથી સરી પડી…
    કદાચ એટલે જ
    આજે અકારણ જ -
    મારી આંખો ફરી રડી પડી”
    મારો જ અનુભવ

Leave a Reply