ફુલ તો

By રાજીવ ગોહેલ

yellow_flower_preview.jpg

ફુલ તો એની
ફોરમ ઢાળી રાજી
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે
ફુલ તો એનું કાંઇ ન જાણે
ભમરા પુછે ભેદ, તો લળી મૂગું મરતું લાજી

એક ખુણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઇનું નહી ફરિયાદી ને કોઈનું નહીં કાજી

એનું નિજમાં રંગમાં રાતું,
ખુશ્બુભર્યું એકલું ખાતું
મસળી નાખે કોઇ તો સામે
મ્હેક દે તાજી તાજી!
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

- મકરંદ દવે

4 Responses to “ફુલ તો”

  1. gopal h parekh Says:

    મસળી નાખે કોઇ તો સામે મ્હેક દે તાજી તાજી! ભારતીય સંસ્ક્રૂતિનું આથી ઉમદા ઉદાહરણ કયું હોઇ શકે?

  2. hemantpunekar Says:

    sundar kaavya!

  3. naraj Says:

    sundar

  4. Niraj Says:

    ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.. સુંદર શબ્દો… સુંદર ભાવાભિવ્યક્તિ..

Leave a Reply