
कभी नेकी भी उस के जी में गर आ जाए है मुझ से
जफ़ाएं कर के अप्नी याद शर्मा जाए है मुझ से
ક્યારેક સારો વિચાર પણ એના મનમાં જો આવી જાય જો મારા માટે, તેનો મારા પ્રત્યેનો અન્યાય (બેવફાઈ) યાદ કરી શરમાય જાય છે મારાથી.
(जफ़ाएं = અન્યાય પ્રિય પાત્ર તરફથી)
ख़ुदा या जज़्बह-ए दिल की मगर तासीर उल्टी है
कि जित्ना खैंच्ता हूं और खिंच्ता जाए है मुझ से
પ્રભુ મારા, પરંતુ, મારા આ દિલની લાગણીની છાપ ઉલટી છે, કે જેટલુ ખેચું છું, વધારે ને વધારે ખેચાતી જાય છે મારાથી.
(जज़्बह-ए दिल = દિલની લાગણી, तासीर = છાપ)
वह बद-ख़ू और मेरी दास्तान-ए `इश्क़ तूलानी
`इबारत मुख़्तसर क़ासिद भी घब्रा जाए है मुझ से
એ મારી ખરાબ ટેવ અને મારા પ્રેમની લાંબી કહાની, બોલવામાં થોડામાં ઘણૂં કહેનાર સંદેશવાહક પણ ગભરાય જાય છે મારાથી.
(बद-ख़ू = ખરાબ ટેવ, तूलानी = લાંબુ, `इबारत = બોલવામાં શબ્દનો ઉપયોગ, मुख़्तसर = થોડામાં ઘણુ, क़ासिद = સંદેશ વાહક)
उधर वह बद-गुमानी है इधर यह नातुवानी है
न पूछा जाए है उस से न बोला जाए है मुझ से
એ બાજુ કઈક ખોટુ થયાનો ભ્રમ છે મને, અને આ બાજુ આ નબળાઈ છે, ન પુછી શકાય છે એમનાથી, ન બોલી શકાય છે મારાથી.
(बद-गुमानी = ખોટા હોવાનો ભ્રમ, नातुवानी = નબળાઈ)
संभल्ने दे मुझे अय ना-उमीदी क्या क़ियामत है
कि दामान-ए ख़ियाल-ए यार छूटा जाए है मुझ से
ધ્યાન રાખવા દે મને અરે એ નાઉમ્મીદ્દી કે શુ કયામત છે, કે મારી મહેબુબાના વિચારનો પાલવ પણ છુટી જાય છે મારાથી.
तकल्लुफ़ बर-तरफ़ नज़्ज़ारगी में भी सही लेकिन
वह देखा जाए कब यह ज़ुल्म देखा जाए है मुझ से
તેઓ નારાજ છે અને ખચકાટ પણ રાખે છે પરંતુ, તે જોઈ શકાય છે ક્યાં કે આ અન્યાય જોઈ શકાય છે મારાથી.
(तकल्लुफ़ = ખચકાટ , बर-तरफ़ = બે-દખલ)
हुए हैं पांव ही पह्ले नबर्द-ए `इश्क़ में ज़ख़्मी
न भागा जाए है मुझ से न ठह्रा जाए है मुझ से
થયા છે પગ પણ પ્રેમની લડાઈમાં ઘાયલ, ન ભાગી શકુ છું અહી થી, ન રોકાય શકાય છે મારાથી.
(नबर्द-ए `इश्क़ = પ્રેમમાં લડાઈ / પ્રેમની જંગ)
क़ियामत है कि होवे मुद्द`ई का हम-सफ़र ग़ालिब
वह काफ़िर जो ख़ुद को भी न सौंपा जाए है मुझ से
ક્યામત થઈ ગઈ છે હવે તો હમ-સફર ગાલિબ, પણ તે ફરજ ચુકનાર છે કે મારી જાત નથી સોંપી શકાતી મારાથી.
ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
- ग़ालिब
This entry was posted on October 7, 2007 at 12:57 AM and is filed under उर्दु, मिर्झा गालिब, અન્ય કવિઓની રચના. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.