`इश्‌क़ ने ग़ालिब निकम्‌मा कर दिया

By રાજીવ ગોહેલ

loveletter21.jpg

ग़ैर लें मह्‌फ़िल में बोसे जाम के
हम रहें यूं तिश्‌नह-लब पैग़ाम के

જેવી રીતે અજાણ્યાની મહેફીલમાં કોઈ પીવે છે શરાબ, એ રીતે અમે રહ્યા તરસતા સંદેશા માટે તારા હોંઠના
(बोसे = ચુંબન, तिश्‌नह = તરસ્યા)

ख़स्‌तगी का तुम से क्‌या शिक्‌वह कि यह
हथ्‌कंडे हैं चर्‌ख़-ए नीली-फ़ाम के

માંદગીની તારાથી શૂ ફરીયાદ કરવી ? કે આ બધા બહાના છે આકાશ જેવા વાદળી રંગના ચહેરાના
(ख़स्‌तगी = ઈજા/માંદગી, शिक्‌वह = ફરીયાદ, हथ्‌कंडे = ઉપાય/રીત, चर्‌ख़ = આકાશ, नीली-फ़ाम = વાદળી રંગ/ચહેરો)

ख़त लिखेंगे गर्‌चिह मत्‌लब कुछ न हो
हम तो `आशिक़ हैं तुम्‌हारे नाम के

તને પત્ર અમે લખીશુ ભલે કોઈ મતલબ ના હોય, કેમકે અમે તો પ્રેમી છીએ ફક્ત તારા નામના

रात पी ज़म्‌ज़म पह मै और सुब्‌ह-दम
धोए धब्‌बे जामह-ए अह्‌राम के

રાતે પીધી શરાબ ઝમઝમના પાણી સાથે, અને વહેલી સવારે ધોયા શરાબના ડાઘા હજના પહેરણ પરના
(ज़म्‌ज़म = કાબાનો એક કુવો કે જેનુ પાણી પવિત્ર માનવામાં આવે છે, मै = શરાબ, सुब्‌ह-दम = વહેલી પરોઢની ઝાંકળ, अह्‌राम = હજ માટેનું પહેરણ)

दिल को आंखों ने फंसाया क्‌या मगर
यह भी हल्‌क़े हैं तुम्‌हारे दाम के

હૃદયને ફસાવ્યુ છે મારી આંખોએ અને આમ જોઈએ તો એ બધા વર્તુળો છે તમારી ગૂંથેલી જાળના
(हल्‌क़े = વર્તુળ/ગોળાકાર, दाम = જાળી/જાળ)

शाह के है ग़ुस्‌ल-ए सह्‌हत की ख़बर
देखिये कब दिन फिरें हम्‌माम के

બાદશાહના સ્નાન મા છે તેમની તબિયતની ખબર, જોઈએ ક્યારે બદલે છે દિવસો હમામ(ગરમ પાણીનુ સ્નાન કે જેમા કોઈ માલીશ પણ કરે)ના
(ग़ुस्‌ल = સ્નાન, सह्‌हत = તબિયત/સ્વાસ્થય, हम्‌माम = ગરમ પાણીનુ સ્નાન કે જેમા કોઈ માલીશ પણ કરે)

`इश्‌क़ ने ग़ालिब निकम्‌मा कर दिया
वर्‌नह हम भी आद्‌मी थे काम के

પ્રેમે ‘ગાલિબ’ નકામા કરી દીધા અમને, નહિતર અમે પણ માણસ હતા કામના

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

One Response to “`इश्‌क़ ने ग़ालिब निकम्‌मा कर दिया”

  1. Rakesh Says:

    Great.
    Thanks

Leave a Reply