हुस्न-ए मह गर्चिह ब हन्गाम-ए कमाल अच्छा है
उस से मेरा मह-ए ख़्वुर्शीद-जमाल अच्छा है
એ ચંદ્ર જેવુ હુસ્ન અને સુંદરતા અને હંગામાનો કમાલ સારો છે, પણ તેના કરતા મારી ચાંદ અને સુર્ય જેવી સુંદરતા વધારે સારી છે (मह = ચંદ્ર , ख़्वुर्शीद = સુર્ય, जमाल = સુંદરતા)
बोसह देते नहीं और दिल पह है हर लह्ज़ह निगाह
जी में कह्ते हैं कि मुफ़्त आए तो माल अच्छा है
તેઓ મને ચુંબન આપતા નથી અને દિલ પર રહે છે તેમની લાજ ભરેલી નજર, મનમાં વિચારે છે કે મફત માં મળે તો સામાન સારો છે. (बोसह = ચુંબન)
और बाज़ार से ले आए अगर टूट गया
साग़र-ए जम से मिरा जाम-ए सफ़ाल अच्छा है
બજારમાં જઈ બીજો લઈ આવુ જો એક તુટી ગયો, બાદશાહ જમશેદના પ્યાલા કરતા તો મારો માટીનો પ્યાલો સારો છે (साग़र-ए जम = બાદશાહ જમશેદનો પ્યાલો, जाम-ए सफ़ाल = માટીનો પ્યાલો)
बे-तलब दें तो मज़ह उस में सिवा मिल्ता है
वह गदा जिस को न हो ख़ू-ए सवाल अच्छा है
કઈ પણ માંગ્યા વગર મળે તેની મજા વધારે મળે છે, તે ભિખારી કે જેને માંગવાની આદત નથી તે સારો છે (बे-तलब = કઈ પણ પુછ્યા વગર, गदा = ભીખારી, ख़ू = આદત)
उन के देखे से जो आ जाती है मुंह पर रौनक़
वह समझ्ते हैं कि बीमार का हाल अच्छा है
તે મારી સામે જુવે છે અને મારા ચહેરા પર ચમક આવી જાય છે, અને તેઓ સમજે છે કે આ બિમારની હાલત હવે સારી છે.
देखिये पाते हैं `उश्शाक़ बुतों से क्या फ़ैज़
इक बरह्मन ने कहा है कि यह साल अच्छा है
જોઈએ પ્રેમીઓ શુ મેળવે છે પુતળાઓ થી ફાયદો, એક બ્રાહ્મણે (જ્યોતિષે) કહ્યુ છે કે આ વરસ સારુ છે (`उश्शाक़ = પ્રેમીઓ, फ़ैज़ = ફાયદો)
हम-सुख़न तेशे ने फ़र्हाद को शीरीं से किया
जिस तरह का कि किसी में हो कमाल अच्छा है
જે રીતે શીરીં અને ફરહાદને એકબીજાથી અલગ કર્યા, એવો જો કોઈમા હોય કમાલ તો સારો છે (हम-सुख़न = એકસાથે, तेशे = કુહાડી)
क़त्रह दर्या में जो मिल जाए तो दर्या हो जाए
काम अच्छा है वह जिस का कि मआल अच्छा है
પાણીનુ એક ટીપુ દરિયામાં મળી, દરિયો બની જાય છે. તે કામ સારુ હોય છે જેનુ પરિણામ સારુ હોય છે. (मआल = પરિણામ)
ख़िज़्र सुल्तां को रखे ख़ालिक़-ए अक्बर सर-सब्ज़
शाह के बाग़ में यह ताज़ह निहाल अच्छा है
બાદશાહ ઝફરના પુત્રને ભગવાન સૌથી મહાન બનાવે અને વધારે સુખ-સંતતિ આપે, બાદશાહના બાગમાં તાજ માટેનુ વૃક્ષ સારુ છે. (ख़िज़्र सुल्तां = બાદશાહ ઝફરનો એક પુત્ર, ख़ालिक़ = રચયિતા / ભગવાન, अक्बर = સૌથી મહાન, सर-सब्ज़ = ફળદ્રુપ, निहाल = વૃક્ષ)
हम को म`लूम है जन्नत की हक़ीक़त लेकिन
दिल के ख़्वुश रख्ने को ग़ालिब यह ख़ियाल अच्छा है
અમને ખબર છે બધુજ સ્વર્ગ અને સ્વર્ગની પ્રાપ્તિ વિશે, પણ હૃદયને ખુશ રાખવા ‘ગાલિબ’ એ વિચાર પણ સારો છે
- ग़ालिब
ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

chetan 26, 2007 at 4:04 PM
उन के देखे से जो आ जाती है मुंह पर रौनक़
वह समझ्ते हैं कि बीमार का हाल अच्छा है
શુક્રવારે ઑફિસમાં કોણ જાણે કેમ પણ આ શેર યાદ આવ્યો અને થયું કે રાજીવભાઈને કહું છું કે આ આખી ગઝલ તમારી પાસે હોય તો પોસ્ટ કરોને! And here it is! Thanks!
chetan 26, 2007 at 6:30 PM
yess…… its a gud one…..
મારી એક બીજી ગમતી ગઝલ છે “आह को चाहिये एक उम्र…”
chetan 27, 2007 at 1:56 AM
Sundar
chetan 27, 2007 at 1:59 AM
રાહ જુઓ… થોડા સમયમાં આવશે…!
“आह को चाहिये एक उम्र…”
chetan 27, 2007 at 8:00 PM
thanks a lot rajivbhai..
chetan 28, 2007 at 1:41 PM
बहुत अच्छे
chetan 28, 2007 at 4:30 PM
बहू सरस छे
chetan 30, 2007 at 8:48 AM
રાજીવભાઈ,
એક બાબત મારા ધ્યાનમાં આવી એ ફક્ત તમારા ધ્યાનમાં લાવવા ઈચ્છું છું.. અને તે એ કે તમે જે Tag આપ્યો છે આ બધી ગા઼લિબની રચનાઓ ને તે ઉર્દુ હોય તો વધારે ઉચિત ન લાગે?
આ તો મને વિચાર આવ્યો એટલે થયું કે તમારું ધ્યાન દોરું…