નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી
ઇર્ષાની તોળાતી આંખો કાયા પર જાણે એવી છે મંડાણી
લથબથતી લથબથતી રંગીલી સંધ્યા મારા પાલવડે પથરાણી
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી
દરિયાઓ દરિયાઓ ખાલી થઈ ગયાને આંખોમાં આળોટ્યા કેવા
શમણાંના એકાંતે બેસીને આજે આંખો મારી છે રીસાણી
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી
- અજ્ઞાત
May 24, 2007 at 2:10 AM
હા, વરસ્યો એ, છલકાણાં આપણે !
May 24, 2007 at 3:56 AM
ગીત મઝાનું છે.
May 24, 2007 at 5:14 AM
સુંદર ગીત…. મજા આવી…
May 24, 2007 at 7:05 AM
ટીપે ટીપે વરસાદ વરસ્યો, ને માટી મીઠી સોડમ પથરાણી,
ગરમ ગરમ ભજીયા જોઈને, પેટ થયું પાણી પાણી…
May 24, 2007 at 12:11 PM
નેવેથી વરસ્યો મેહુલીયો, ને આંગણામાં પાણી પાણી
લીલી લીલી લાગણીઓની, હૈયામાં ફુટી સરવાણી
Dundar geet !
May 24, 2007 at 12:12 PM
i am sorry miss-spell..Sundar not “dundar”
May 24, 2007 at 12:22 PM
વરસાદ આવી ગયો? ક્યાં?