તું ન માને કહ્યું, તું ન વર્તે સમય
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
છે મને રાતદી એક તારો જ ભય
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
જોતજોતામાં થઇ જાય તારું દહન
વાતોવાતોમાં થઇ જાય અશ્રુવહન
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડુબી જવું
હોય સૌદર્ય સામે તો કહેવું જ શું?
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
આભ ધરતીને આવી ભલેને અડે
તારે પગલે જ મારે વિહરવું પડે
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
- ગની દહીંવાલા

May 17, 2007 at 2:29 AM
ગનીચાચાની બહુ ઉત્તમ રચના….
May 17, 2007 at 11:48 AM
આભ ધરતીને આવી ભલેને અડે
તારે પગલે જ મારે વિહરવું પડે
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
- ગની દહીંવાલા
it’s very nice gazal by Gani Dahivala
May 18, 2007 at 5:56 AM
ચિરસ્મરણીય રચના…
May 18, 2007 at 6:08 AM
Sundar gazal…!
May 18, 2007 at 5:39 PM
સરસ રચના! હું સમજી શકું છું ત્યાં લગી આ ગઝલ નથી. કદાચ ગીત પણ મને પાક્કો ખ્યાલ નથી. વિવેકભાઈ વધુ પ્રકાશ પાડી શકશે.