સ્વર અક્ષર

અંતરના પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર,
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર…

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઈને ખુશ્બૂ વહેતી ઘર-ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર…

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછી રંગ ભરે ને દૃશ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર…

-શ્યામલ મુન્શી

10 Responses to “સ્વર અક્ષર”

  1. Dharmesh Says:

    ખરેખર આ ગી ખુબજ સુંદર છે અને મે પણ જગજીતના અવાજ માં સાંભળેલુ છે

  2. Dharmesh Says:

    ખરેખર આ ગીત ખુબજ સુંદર છે અને મે પણ જગજીતના અવાજ માં સાંભળેલુ છે

  3. Jugalkishor Says:

    નવા આરંભ માટે સર્વ શુભેચ્છા અને અભિનંદન !

  4. Jugalkishor Says:

    શબ્દ-સુર-રંગની સરસ સરગમ !!

  5. UrmiSaagar Says:

    yeah… this is one of my favorite too… sung by MU.

    ‘હૃદય’ લખવા માટે hRadaya લખશો તો સાચી જોડણી લખાશે!

  6. UrmiSaagar Says:

    હૃદય = hRadaya
    દૃશ્ય = dRashya

  7. jayshree Says:

    urmi… its sung by Jagjit Singh.

    Listen Here :

  8. રાજીવ Says:

    Thanks Urmi… for your corrections… I correct it…!

    Thanks Jayshree to put the link to listen it…! I will put the link in the main text…!

    Rajiv

  9. feketefene Says:

    *****
    ****
    ***
    **
    *

    Ignite rocks!


    GOOD MUSIC! Check it out!

  10. વિશ્વદીપ બારડ Says:

    એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
    એક જ પીંછી રંગ ભરે ને દૃશ્ય સજીવન લાગે;
    કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
    સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
    એવા આ હસ્તાક્ષર…

    sunadar rachna,, thank you rajiv for posting this beautiful geet(poem).

Leave a comment