દિવસો જુદાઇના જાય છે

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

14 Responses to “દિવસો જુદાઇના જાય છે”

  1. Rajiv Says:

    મિત્રો,

    ભાગ્યજ કોઇ ગુજરાતી ગઝલના ચાહક હશે કે જેણે આ રચના નહી વાંચી હોય કે સાંભળી હોય…
    હાં, એ શક્ય છે કે આખી રચના બધા એ ન વાંચી હોય…!

    મારી ગમતી ગઝલો માં કદાચ પ્રથમ ક્રમ પર ગની દહિવાલાની ‘દિવસો જુદાઈના જાય છે’ છે.
    એક એક શબ્દમાંથી ખુમારી અને ભારોભાર લાગણી વહી રહી છે.

    મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી

    કોઇ શ્વાસ બંધ કરી ગયુ,કે પવન ના જાય અગન સુધી

    તમે રાંકનાં છો રતન સમાં

    અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી

    મારી ખુબ ગમતી પંક્તિઓ…

    – રાજીવ

  2. વિવેક Says:

    પ્રિય રાજીવભાઈ,

    તમારી વાત સાચી છે. આ સદાબહાર ગઝલ આપ્ણી ભાષાનું મોંઘેરું ઘરેણું છે. વળી જે છંદ – લલગાલગા-માં આ ગઝલ લખાઈ છે, એ છંદ પણ આપણી ભાષામાં વધુ ખેડાતો નથી. પણ મોંઘેરી જણસ રજૂ કરીએ ત્યારે એ ધ્યાન રાખવું ઘટે કે એ ક્ષતિરહિત રજૂ થાય… આપે રજી કરેલી આ ગઝલમાં ઘણી જગ્યાએ ખોટા શબ્દો વપરાયા છે… મૂળ ગઝલ આ પ્રમાણે છે:

    દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
    મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

    ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
    અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

    હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
    ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

    છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
    ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

    તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
    જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

    તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
    તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

    જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
    કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

    – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

  3. Rajiv Says:

    ડો. વિવેક નો ખુબ ખુબ આભાર,

    મે આ ગઝલ મારી જાતે યાદ કરીને લખી હતી અને તેથી કોઇ-કોઇ શબ્દમાં ભુલ છે અથવા તો અન્ય શબ્દ વપરાઈ ગયો છે.

    હું વિવેકભાઈનો આભાર માનુ છું ભુલ સુધારી આખી ગઝલ ફરી થી રજુ કરવા.
    હું તેમની ગઝલ પ્રમાણે તેને અપડેટ કરી રહ્યો છું

    આભાર સહ

    રાજીવ

  4. chetu Says:

    very nice gazal… my fav. gazal…thanks..!

  5. shivshiva Says:

    nice gazal

  6. hemantpunekar Says:

    bahu sundar gazal chhe rajiv! ek-be sher vaachyaa hataa paN aakhi gazal aapavaa badal aabhaar

  7. Anand Says:

    Nice…!
    Good Blog…!
    Keep it up…!

  8. મિર્ચી શેઠ Says:

    ગુજરાતી ગઝલો માં લોક્પ્રિય એવી આ ગઝલ થી ભાગ્યે જ કોઇ અજાણ હશે… સરસ કામ કરો છો આપશ્રી
    જો આ ગઝલ ને ઓડીયો સ્વરુપે મુકી હોત તો વધારે આનંદ આવત…!! જુવો મેળ પડે તો !!

  9. રાજીવ Says:

    આ ગઝલની ઓડીયો લીંક મુકી રહ્યો છું. આભાર ટહુકો.કોમ

  10. rajendra vegad Says:

    very good gazal

  11. nilamraval Says:

    very nice…………no words to describe.thanks rajivsir, keep it up.

  12. gaurav raval Says:

    su gazal 6e mind bloing fentastik ,out standing

    ……………………………abhar 6e tamaro a gazal mate

  13. hetalba gohil Says:

    very good gazal.
    thank’s share with us.

  14. hetalba gohil Says:

    very nice gazal.
    please more share with us.

Leave a comment