કોણ કરે છે પ્રયાસ ?

By રાજીવ ગોહેલ

mainpic2.jpg

એક એક ધડકન પર
એક એક શ્વાસ પર
છવાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક ઝાડ પર
એક એક પાન પર
ફેલાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક કિનાર પર
એક એક ધાર પર
રેલાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક સુર પર
એક એક તાર પર
અટવાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક માર્ગ પર
એક એક મુકામ પર
અટકાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

એક એક રંગ પર
એક એક અંગ પર
ઘુંટાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

“રાજીવ”ના દિલ અને દિમાગ પર
“રાજીવ”ના અંતર અને પ્રાણ પર
સમાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

શું તે તુંજ છે ?

(રચના તારિખઃ ૨૪ સપ્ટેમ્બર ૧૯૯૮)

- રાજીવ

6 Responses to “કોણ કરે છે પ્રયાસ ?”

  1. Jayshree Says:

    biju badhu to khabar padi… pan…
    એક એક સુર પર
    એક એક તાર પર
    અટવાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

    sur – taar par atavaai javanu kevu ??

    btw, nice creation. :)

  2. Vishwadeep Says:

    it’s nice one.

  3. ...* Chetu *... Says:

    very nice words…!!…its nice ” abhivykti “..of feelings..!!!!!!!!!!

  4. ...* Chetu *... Says:

    very nice words…!!…its nice ” abhivykti “..of feelings..!!!!!!!!!!

  5. હેમંત પુણેકર Says:

    “રાજીવ”ના દિલ અને દિમાગ પર
    “રાજીવ”ના અંતર અને પ્રાણ પર
    સમાઇ જવા કોણ કરે છે પ્રયાસ ?

    રાજીવ આમાં દિમાગ પર / પ્રાણ પર સમાઈ જવાની વાત લખી છે, પણ એવું નથી લાગતુ કે દિમાગમાં કે પ્રાણમાં સમાઈ જવું એવો પ્રયોગ હોવો જોઈએ?

  6. Neela Says:

    આ બધા નો એક જ જવાબ
    પ્રભુ તુ હી તુ

Leave a Reply