બહુ ઉતાવળે સફળતાની સીડી હું ચઢ્યો નથી
અને એટલેજ કદાચ કોઇને હું બહુ નડ્યો નથી
મંઝિલો મળતી રહી, રસ્તાઓ ખુલતા રહ્યા
સફળતા પામવા ખરેખર હું બહું રઝડ્યો નથી
અવરોધ ટાળતો રહ્યો,અડચણને ખાળતો રહ્યો
ઉપર આવતા એવુ નથી કે કદી હું પડ્યો નથી
જીવનના જમા ઉધારનો હિસાબ ખોટમાં જ રહ્યો
હજી મને થાય કે, મને “રાજીવ” હું મળ્યો નથી
- રાજીવ

March 2, 2007 at 2:08 PM
વિનય ઘાસવાલા યાદ આવી ગયા -
કોઇની પણ વાતમાં પડતો નથી
એટલે હું કોઇને નડતો નથી.
March 14, 2007 at 4:24 AM
જીવનના જમા ઉધારનો હિસાબ તો પ્રભુ ચૂકવી જ દે છે પછી જાતને ન મળ્યાનો અફસોસ શો?
મારી વાત કદાચ ન ગમે તો જરૂરથી જણાવશો.
March 31, 2007 at 8:51 AM
nice gazal keep it u ……..