લોક-ડાયરો

પ્રિય મિત્રો,

ગુજરાતી લોક ડાયરો તે ગુજરાતી લોક સાહિત્યનુ એક અભિન્ન અંગ છે. ગુજરાતના અન્ય ભાગની તો મને બહુ ખબર નથી પણ સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના જનજીવનનુ આ એક ખુબજ અગત્યનુ પાસુ છે. નાનપણમાં લોક ડાયરામાં જવાનુ અને તેને માણવાનુ ઘણી વખત સૌભાગ્ય મળ્યુ હતું. અમદાવાદ ખાતે પણ મને યાદ છે ત્યાં સુધી મે બે-ત્રણ વખત લોક ડાયરાનો લાભ મેળવ્યો છે. જુનાગઢમાં તો અવારનવાર લોક ડાયરા યોજાતા રહે છે.

પ્રફુલ દવે, ભીખુદાન ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દમયંતી બરડાઈ અને દિવાળીબેન ભીલ જેવા દિગ્ગજ્જ કલાકારોને મળવાનો, જોવાનો અને સાંભળવાનો લ્હાવો ઘણી વખત લીધેલ છે. જુનાગઢમાં ખાસા વરસો વિતાવ્યા હોવાથી ભીખુદાન ગઢવી અને દિવાલીબેન ભીલને એકથી વધારે વખત મળ્યાનુ પણ યાદ આવે છે.

આવા ઉચ્ચ કોટીના કલાકારોના લોક-ડાયરાના અંશો તમને હું અહી આપતો રહીશ. આશા રાખુ કે આપને તે ગમશે.

આભાર સહ

રાજીવ

****************************************************************

મણીયારો – પ્રફુલ દવે અને ભીખુદાન ગઢવી

મણીયારો – ભાગ ૧
મણીયારો – ભાગ ૨
મણીયારો – ભાગ ૩
મણીયારો – ભાગ ૪
મણીયારો – ભાગ ૫
મણીયારો – ભાગ ૬
મણીયારો – ભાગ ૭
મણીયારો – ભાગ ૮
મણીયારો – ભાગ ૯
મણીયારો – ભાગ ૧૦

****************************************************************

One Response to “લોક-ડાયરો”

  1. jitendra Says:

    ane bija badha digajj kalakaro ne laine jaldi aavo yar,

Leave a Reply